એક્ટર KRK 14-દિવસ અદાલતી કસ્ટડીની હવા ખાશે

મુંબઈઃ 2020ની સાલમાં કરેલા એક વિવાદાસ્પદ ટ્વીટના કેસના સંબંધમાં બોલીવુડ અભિનેતા અને વિશ્લેષક કમાલ રાશીદ ખાન (KRK)ની ધરપકડ કરવામાં આવી છે અને બોરીવલી ઉપનગરની કોર્ટે એને 14-દિવસ સુધી અદાલતી કસ્ટડીમાં મોકલી દીધો છે. કેઆરકે તરીકે જાણીતા આ એક્ટરની આજે મલાડ ઉપનગરની પોલીસે ધરપકડ કરી હતી. આ કેસ ખાને પોસ્ટ કરેલા એક બદનામીભર્યા કથિત ટ્વીટને લગતો છે. પોલીસે એ ટ્વીટની વિગત જાહેર કરી નથી.

(ફાઈલ તસવીર)

કેઆરકે ગઈ કાલે રાતે દુબઈથી આવી પહોંચ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર જ પોલીસે એને પકડી લીધો હતો. એ પહેલાં ખાન સામે લૂક આઉટ સર્ક્યૂલર ઘોષિત કરવામાં આવ્યું હતું. એની સામે ભારતીય ફોજદારી કાયદાની અનેક કલમો હેઠળ તેમજ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાની જોગવાઈઓ અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે. 2016માં, ખાને એવો દાવો કર્યો હતો કે નિર્માતા કરણ જોહરની એક ફિલ્મની તરફેણમાં ટ્વીટ કરવા બદલ પોતાને પૈસા ચૂકવવામાં આવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]