મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે સાત ટકાનો મોટો ઉછાળો આવ્યો હતો. ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે જુલાઈમાં વ્યાજદરમાં 75 બેઝિસ પોઇન્ટ જેટલો જ વધારો કરવાની વાત કરી તેને પગલે બજાર પર સકારાત્મક અસર થઈ હતી. ગુરુવારે સૌને ચિંતા હતી કે ફુગાવાનો દર ઉંચો આવ્યો હોવાથી વ્યાજદરમાં કદાચ એક ટકાનો વધારો કરવામાં આવશે.
દરમિયાન, અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. એસએન્ડપી 500ના ફ્યુચર્સમાં અનિશ્ચિતતા હતી, જ્યારે નાસ્દાકના ફ્યુચર્સમાં 0.1 ટકાનો વધારો થયો હતો.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 7.09 ટકા (1,863 પોઇન્ટ) વધીને 28,140 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 26,276 ખૂલીને 28,386 સુધીની ઉપલી અને 26,051 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
26,276 પોઇન્ટ | 28,386 પોઇન્ટ | 26,051 પોઇન્ટ | 28,140 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 15-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |