આઇસી15 ઇન્ડેક્સમાં 169 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે ઇન્ટ્રાડે ધોરણે થયેલો મોટાભાગનો વધારો ધોવાઈ ગયો હતો. અમેરિકામાં ફુગાવાનો દર ધારણા કરતાં વધારે આવ્યો હોવાથી રોકાણકારો વધુ જોખમ ધરાવતી એસેટ્સમાં રોકાણ કરવાનું ટાળી રહ્યા છે. વિશ્લેષકોનું કહેવું છે કે ફેડરલ રિઝર્વ તેની આગામી બેઠકમાં વ્યાજદરમાં મોટો વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે.

અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 75થી 80 બેઝિસ પોઇન્ટનો વધારો કરશે. એક ટકાનો વધારો કરાવાની શક્યતા 46 ટકા છે.

જોકે, ક્રીપ્ટોકરન્સીના રોકાણકારોને આશા જાગી છે કે ક્રીપ્ટોકરન્સીમાં તાજેતરમાં 60 ટકા કરતાં વધુ ઘટાડો થયો હોવાથી રોકાણ કરવા માટે સારો સમય છે. આ આશાવાદ બિટકોઇનના ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. તેમાં ફ્યુચર્સ માર્કેટમાં લોંગ ઓળિયાં શોર્ટ ઓળિયાં કરતાં વધારે હતાં.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.64 ટકા (169 પોઇન્ટ) વધીને 26,276 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 26,106 ખૂલીને 27,129 સુધીની ઉપલી અને 24,927 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
26,019 પોઇન્ટ 27,129 પોઇન્ટ 24,927 પોઇન્ટ 26,276 પોઇન્ટ

ડેટાનો સમયઃ 14-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)