માનવ તસ્કરીના કેસમાં ગાયક દલેર મેહંદીની ધરપકડ

પટિયાલાઃ માનવ તસ્કરીના એક કેસમાં ગાયક દલેર મેહંદીને પટિયાલાની એક અદાલતે આજે બે વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ પંજાબ પોલીસે મેહંદીની ધરપકડ કરી છે. મેહંદીએ નોંધાવેલી જામીન માટેની અરજી તથા પોતાને પ્રોબેશન પર છોડવાની કરેલી અપીલ, એમ બંનેને એડિશનલ જિલ્લા અને સેશન્સ જજ એચ.એસ. ગ્રેવાલે ફગાવી દીધી હતી. એ પછી તરત જ મેહંદીને પટિયાલાની જેલમાં લઈ જવામાં આવ્યો હતો.

આ કેસમાં આ રીવ્યૂ સુનાવણી હતી. આ જ કોર્ટે 2018માં મેહંદીને જેલની સજા ફટકારી હતી. 2003ની સાલના માનવ તસ્કરીના એક કેસમાં મહેંદી અપરાધી જાહેર કરાયો હતો. પટિયાલા કોર્ટે મેહંદીને બે વર્ષની જેલની સજા ફટકારવાના પોતાના ચુકાદાને ઉચિત ઠેરવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]