આઇસી15 ઇન્ડેક્સમાં 433 પોઈન્ટનો ઘટાડો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગનો બેન્ચમાર્ક આઇસી15 બુધવારે 1.5 ટકા ઘટીને 27,611 પર પહોંચ્યો હતો, જ્યારે બિટકોઇનમાં 1.7 ટકાનો ઘટાડો થઈને 19,000 ડોલરના સ્તરે પહોંચ્યો હતો. ઈથેરિયમમાં 1.8 ટકાનો ઘટાડો થયો હતો અને ભાવ 1,300 ડોલરના સપોર્ટની ઉપર રહ્યો હતો. ઇન્ડેક્સના મુખ્ય ઘટકોમાં યુનિસ્વોપ, પોલીગોન અને ટ્રોન અનુક્રમે 3.8 ટકા, 1 ટકા ને 0.3 ટકા ઘટ્યા હતા. ઈક્વિટી માર્કેટમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી.

હાલમાં અનેક સરકારો બ્લોકચેઇન ક્ષેત્રે પહેલ કરી રહી હોવાથી આગામી સમયમાં ક્રીપ્ટો ઉદ્યોગમાં મોટો ઉછાળો આવવાની ધારણા છે. બીજી બાજુ, યુરોપિયન કમિશનના કમિશનર ફોર ફાઇનાન્શિયલ સર્વિસીસે ક્રીપ્ટો ઉદ્યોગના નિયમન માટે નવા નિયમો ઘડવાનો અમેરિકન સાંસદોને અનુરોધ કર્યો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.54 ટકા (433 પોઇન્ટ) ઘટીને 27,611 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 28,044 ખૂલીને 28,215ની ઉપલી અને 27,393 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
28,044 પોઇન્ટ 28,215 પોઇન્ટ 27,393 પોઇન્ટ 27,611 પોઇન્ટ

ડેટાનો સમયઃ 19-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)