IC15 ઇન્ડેક્સમાં 1545 પોઇન્ટનો કડાકો

મુંબઈઃ અમેરિકાના સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશને રજિસ્ટ્રેશન કરાવ્યા વગર ક્રિપ્ટો સ્ટેકિંગ સર્વિસીસ પૂરી પાડવા બદલ ક્રિપ્ટો એક્સચેન્જ ક્રેકેનને 30 મિલિયન ડોલરનો દંડ કર્યો એને પગલે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ચાર ટકા કરતાં વધુનો ઘટાડો નોંધાયો હતો.

માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – IC15ના ઘટકોમાંથી બધા જ કોઇન ઘટ્યા હતા. એમાં સૌથી વધુ (8થી 9 ટકા) ઘટેલા કોઇનમાં પોલકાડોટ, ચેઇનલિંક, અવાલાંશ અને સોલાના સામેલ હતા. માર્કેટનું કેપિટલાઇઝેશન 1.018 ટ્રિલિયન ડોલર થયું હતું. દરમિયાન, અમેરિકાના મિસિસિપી સ્ટેટે ક્રિપ્ટોકરન્સી માઇનર્સના અધિકારોનું રક્ષણ કરવા માટે મિસિસિપી ડિજિટલ એસેટ માઇનિંગ એક્ટ નામનો કાયદો ઘડ્યો છે.

આ ખરડાને પગલે હવે ડિજિટલ માઇનિંગ કાનૂની બનશે. એ બિઝનેસ ઔદ્યોગિક વપરાશ માટેના વિસ્તારોમાં કરી શકાશે. અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.68 ટકા (1545 પોઇન્ટ) ઘટીને 31,439 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 32,984 ખૂલીને 33,204ની ઉપલી અને 31,117 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]