મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે સાધારણ વધઘટનો દિવસ રહ્યો હતો. બિટકોઇન 19,147 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. આઇસી 15 ઇન્ડેક્સમાંથી ટ્રોન 2.5 ટકા વધ્યો હતો, જ્યારે યુનિસ્વૉપ 2.1 ટકા ઘટ્યો હતો.
ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જો, બ્રોકરો અને એટીએમ ઓપરેટરો વચ્ચે સંબંધિત વ્યવહારોની માહિતીનું આપોઆપ આદાનપ્રદાન થઈ જાય એ માટેના ઓઈસીડી રિપોર્ટિંગ ફ્રેમવર્કનું ભારતીય ક્રીપ્ટો એક્સચેન્જોએ સ્વાગત કર્યું છે.
નોંધનીય છે કે ગૂગલે ક્રીપ્ટોકરન્સીમાં પેમેન્ટ સ્વીકારવા માટે ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ – કોઇનબેઝ સાથે સહયોગ સાધ્યો છે. દરમિયાન, ક્રીપ્ટો ઇન્વેસ્ટમેન્ટ કંપની – 21શેર્સે મધ્ય પૂર્વમાં ફિઝિકલ બિટકોઇન એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ લોન્ચ કરી છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.49 ટકા (135 પોઇન્ટ) વધીને 27,656 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,521 ખૂલીને 27,770ની ઉપલી અને 27,215 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
27,521 પોઇન્ટ | 27,770 પોઇન્ટ | 27,215 પોઇન્ટ | 27,656 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 12-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |