નવી દિલ્હીઃ નાણાપ્રધાને બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. નાણાપ્રધાને મધ્યમ વર્ગ પર લક્ષ્મીજીની કૃપા વરસાવી છે. તેમણે બજેટમાં જાહેરાત કરી છે કે હવે રૂ. 12 લાખ સીધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ સાથે તેમણે ટેક્સ સ્લેબમાં પણ સુધારા કર્યા છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટના પ્રારંભમાં ખેડૂતોની આવક વધારવા પર ભાર મૂકવા સાથે નેક મોટી યોજનાઓનું એલાન કર્યું હતું. જેમાં PM ધનધાન્ય યોજના વિસ્તરણ અને બિહારમાં ખેડૂતો માટે મખાના બોર્ડની રચના કરવાની જાહેરાત કરી હતી.
નાણાપ્રધાને બજેટમાં જાહેરાત કરી હતી કે આગામી સપ્તાહે નવું ઇન્કમ ટેક્સ બિલ લાવવામાં આવશે. આ સિવાય તેમણે મબેજમાં અનેક મહત્ત્વની જાહેરાતો કરી હતી, જે નીચે મુજબ છે.
કેન્દ્રની મોદી સરકારે તેમના મોટા સહયોગી નીતીશ કુમારના રાજ્ય બિહાર પ્રત્યે આ બજેટમાં ખાસ પ્રેમ વરસાવ્યો છે. બજેટમાં બિહાર માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે જેમાં બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટની સુવિધા આપવાની જાહેરાત કરાઈ છે. પટણા એરપોર્ટને પણ વિકસિત કરાશે. આ સાથે મિથિલાંચલમાં સિંચાઈ યોજના ઊભી કરવામાં આવશે. આ પહેલા અહીં મખાના ઉદ્યોગ માટે બોર્ડની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
- બજેટમાં બિહાર પર ખાસ પ્રેમ વરસાવ્યો
- બજેટની કેટલીક મહત્ત્વની જાહેરાતો
- 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
- 4 વર્ષ સુધી અપડેટેડ રિટર્ન ફાઈલ કરી શકાશે
- TDS ની મર્યાદા 6 લાખ કરાઈ
- વૃદ્ધો માટે 1 લાખ સુધીની ટેક્સ છૂટ
- TCSની મર્યાદા 7 લાખથી વધારી 10 લાખ કરાઈ
- એક લાખ અધૂરાં મકાનોનું બાંધકામ પૂર્ણ કરાશે
- સ્ટેટ માઈનિંગ ઈન્ડેક્સ બનાવવામાં આવશે
- પર્વતીય વિસ્તારોમાં બનશે નાના એરપોર્ટ
- 120 જગ્યા માટે ઉડાન સ્કીમની જાહેરાત
- બિહારમાં નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટ ખૂલશે
- પટણા એરપોર્ટને વિકસિત કરાશે.
- શહેરી વિકાસ માટે રૂ. 1 લાખ કરોડનું ફંડ
- મિથિલાંચલ માટે સિંચાઈ યોજનાની જાહેરાત
- ઈન્ડિયન પોસ્ટને એક મોટા પબ્લિક લોજિસ્ટિક્સ ઈન્સ્ટિટ્યૂટ તરીકે વિકસિત કરાશે. આ સાથે દેશમાં IIT ઈન્સ્ટિટ્યૂટની સંખ્યામાં પણ વધારો કરાશે.
- સરકાર વિશેષ આર્થિક ક્ષેત્રો અને ઉચ્ચ સમુદ્રોમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની ઉત્પાદકતા જાળવવા માટે સક્ષમ માળખું લાવશે
- ભારતના ફૂટવેર અને લેધર ક્ષેત્રને આવરી લેવાશે. તેમાં 22 લાખ નોકરીઓ અને 4 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર અને 1 લાખ કરોડ રૂપિયાથી વધુની નિકાસનું લક્ષ્ય રખાયું છે.
- MSME ક્રેડિટ ગેરંટી કવર 5 કરોડથી વધારી 10 કરોડ કરાયું
- દાળમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા 6 વર્ષનું મિશન
- ડેરી અને માછીમારીના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને 5 લાખ સુધીની લોનની જાહેરાત
- કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 5 લાખ સુધી વધારાશે
- કપાસ પ્રોડક્શન મિશનનું એલાન
- માછીમારો માટે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન બનાવીશું.
- પાંચ લાખ મહિલાઓ માટે નવી યોજના લાવીશું. SC-ST વર્ગની મહિલાઓને લાભ મળશે.
- પરંપરાગત સુતી ઉદ્યોગને પ્રોત્સાહન આપીશું.
- સ્ટાર્ટઅપને 20 કરોડ સુધીની લોન આપીશું.
- MSME માટે કસ્ટમાઈઝ ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા.
- MSME માટે કસ્ટમાઈઝ ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા.
- માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે MSME ક્રેડિટ ગેરંટી કવર રૂ. 5 કરોડથી વધારીને રૂ. 10 કરોડ કરવામાં આવશે, જે આગામી પાંચ વર્ષમાં રૂ. 5 લાખ કરોડની વધારાની ક્રેડિટ પ્રદાન કરશે
કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે. તેમણે કહ્યું કે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને આગળ લઈ જવા માટે ઉત્પાદન મિશન નીતિ સમર્થન અને વિગતવાર માળખા દ્વારા નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેવાશે.