બજેટઃ ગરીબો, યુવાઓ, ખેડૂતો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિતઃ નાણાપ્રધાન  

નવી દિલ્હીઃ  નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચી રહ્યાં છે. સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું. સપા સાંસદોએ મહાકુંભમાં નાસભાગ મામલે હોબાળો મચાવવાનું શરૂ કર્યું.

નાણાપ્રધાને કહ્યું હતું કે આ બજેટમાં પ્રસ્તાવિત વિકાસ ઉપાય 10 વ્યાપક ક્ષેત્રોમાં છે, જેમાં ગરીબો, યુવાઓ, ખેડૂતો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નાણાપ્રધાને  પ્રધાન મંત્રી ધનધાન્ય યોજનાઓનું એલાન કર્યું છે. ભારતીય અર્થતંત્ર બધા મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વધતું અર્થતંત્ર છે. છેલ્લાં 10 વર્ષોમાં અમારો ગ્રોથ ટ્રેક રેકોર્ડ અને રચનાત્મક સુધારાઓએ વૈશ્વિક ધ્યાન આકર્ષિક કર્યું છે. ભારતની ક્ષમતામાં વિશ્વાસ વધ્યો છે.

બજેટમાં નાણામંત્રીની જાહેરાતો

  • ભારતના ફૂટવેર અને ચામડાના ક્ષેત્રને ટેકો આપવા ઉપરાંત, ચામડા સિવાયના ફૂટવેર માટેની યોજનાઓ પણ છે. 22 લાખ નોકરીઓ અને 4 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર અને 1 લાખ કરોડ રૂપિયાથી વધુની નિકાસની અપેક્ષા છે.
  • ટોય મેન્યુફેક્ચરિંગ માટે મેક ઈન ઈન્ડિયા હેઠળ સ્કીમ શરૂ કરવામાં આવશે.
  • માઇક્રો એન્ટરપ્રાઇઝીસ માટે રૂ, પાંચ લાખની મર્યાદા સાથે વિશેષ અનુકૂળ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરશે. પ્રથમ વર્ષમાં 10 લાખ કાર્ડ જાહેર કરવામાં આવશે. AIP ને સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 91,000 કરોડથી વધુ સબમિશન મળ્યા છે. 10,000 કરોડનું નવું યોગદાન આપશે.
  • સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો 5 કરોડ લોકોને રોજગાર પ્રદાન કરી રહ્યા છે. આ MSME, ઉત્પાદકો સાથે, ઉત્પાદનમાં 45 ટકા યોગદાન આપી રહ્યા છે. તેમના વર્ગકરણને બમણું કરવામાં આવશે. ગેરંટી કવર સાથે તેને 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે. 1.5 લાખ કરોડ સુધીની લોન મળશે. સ્ટાર્ટ અપ માટે રકમ રૂ. 10 કરોડથી વધારીને રૂ. 20 કરોડ કરવામાં આવશે. ગેરંટી ફીમાં ઘટાડો થશે.
  • ભારતીય ડાક વિભાગને જાહેર સંસ્થામાં ફેરવવામાં આવશે. વિશ્વકર્મા, મહિલાઓ અને સ્વ-સહાય જૂથોની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે.
  • 7 કરોડ ખેડૂતો, માછીમારો વગેરેને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ધિરાણ મળે છે. તેની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે.
  • પૂર્વ વિસ્તારમાં નિષ્ક્રિય યુરિયાના સંસાધનો સક્રિય થયા છે. આસામમાં નવો પ્લાન્ટ સ્થાપવામાં આવશે.