જેમ જેમ ભારતમાં 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ લોકશાહી પ્રક્રિયાઓ પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની સાથે પ્રથમ તબક્કામાં 62% મતદાન થયું છે. ઉત્તેજના સ્પષ્ટ છે કારણ કે વિવિધ રાજ્યોના નાગરિકો મતદાન કેન્દ્ર તરફ જાય છે, જે દેશનું નક્કી કરે છે. જો કે, આ લોકતાંત્રિક ઉત્સાહ વચ્ચે, ભારતીય ફિલ્મ ઉદ્યોગની નોંધપાત્ર હસ્તીઓ છે જેઓ એમનો મત નહીં આપી શકે.
આલિયા ભટ્ટ
પોતાની અભિનય કૌશલ્યથી ચાહકોના દીલ પર રાજ કરતી આલિયા ભટ્ટ કપૂર ભારતમાં મતદાન નથી કરી શકતી. હકીકતમાં આલિયાની માતા સોની રાઝદાન બ્રિટિશની નાગરિક્તા ધરાવે છે. આલિયાનો જન્મ પણ બ્રિટિશમાં જ થયો હતો. માટે એની પાસે પણ ભારતીય નાગરિક્તા નથી. જેના કારણે એ ભારતીય ચૂંટણીમાં મતદાન નથી કરી શકતી. નહીં આપી શકે.
કેટરીના કૈફ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી કેટરિના કૈફ લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. કેટરિનાનો જન્મ હોંગકોંગમાં કાશ્મીરી મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ અને અંગ્રેજ વકીલને ત્યાં થયો હતો. તેની અભિનય કારકિર્દી બનાવવા એ લંડન અને પછી ભારત આવી. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં એનું નોંધપાત્ર યોગદાન હોવા છતાં, એની બ્રિટિશ નાગરિકતા ભારતીય ચૂંટણીઓમાં મત આપવા માટે એને અયોગ્ય બનાવે છે.
જેકલીન ફર્નાન્ડીઝ
જેકલીન ફર્નાન્ડીઝ મિસ યુનિવર્સ શ્રીલંકા સ્પર્ધા જીતવાથી લઈને ભારતમાં લોકપ્રિય અભિનેત્રી બનવા સુધીની એની સફર એના પ્રતિભા અને સખત મહેનતનો પુરાવો છે. બોલીવૂડમાં એને લગભગ દરેક ટોયના કલાકારો સાથે કામ કર્યું છે. જેકલીનનો જન્મ બહેરીનમાં શ્રીલંક પિતા અને મલેશિયન માતાને થયો હોવાના કારણે એની પાસે શ્રીલંકાની નાગરિકતા છે. માટે એ ભારતીય ચૂંટણીઓમાં મતદાન નથી કરી શકતી.
ઇમરાન ખાન
ઇમરાનખાન જન્મથી અમેરિકન છે. મેડિસન, વિસ્કોન્સિનમાં સોફ્ટવેર એન્જિનિયર પિતા અને વૈજ્ઞાનિક માતાના ઘરે જન્મેલો ઇમરાન ખાને નાની ઉંમરે જ બોલીવૂડમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ આજે પણ એની પાસે અમેરિકાનો પાસપોર્ટ છે. એ ભલે કામ ભારતમાં કરે પણ એની નાગરિક્તા અમેરિકન છે. મામા આમિરખાનની સાથે અનેક વખત કામ કરી ચૂકેલો આ કલાકાર ભારતમાં મતદાન નથી કરી શકતો.
સની લિયોની
એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બોલીવૂડમાં ડગ માંડનાર સની લિયોની કેનેડિન-અમેરિકન નાગરિકતા ધરાવે છે. ભારતીય કાયદા પ્રમાણે ફકત ભારતીય નાગરિકોને જ મત આપવાનો અધિકાર છે. સની ભલે બોલીવૂડમાં કામ કરે પરંતુ એની પાસે યુએસનું નાગરિક્ત હોવાના કારણે વોટ આપી શકશે નહીં.
નોરા ફતેહી
બોલીવૂડમાં ડાન્સિંગ ક્વિન તરીકે પોતાની અલગ ઓળખ ઉભી કરનાર નોરા કેનેડિયન-મોરોક્કનની છે. ત્યાં જ જન્મેલી અને ઉછરેલી નોરા પાસે કેનેડાની નાગરિક્તા છે. જેથી એ ભારતમાં પોતાનો મત આપી શકતી નથી.
નરગીસ ફખરી
અમેરિકન અભિનેત્રી અને મોડલ નરગીસ ફખરી “રોકસ્ટાર” અને “મદ્રાસ કેફે” જેવી ફિલ્માં કરેલી ભૂમિકાઓથી બોલિવૂડમાં ખ્યાતના મેળવી છે. ભારતમાં એની સક્રિય કારકિર્દી હોવા છતાં, ફખરીની યુએસ નાગરિકતાને કારણે એ મતદાન કરી શકશે નહીં.
કલ્કી કોચલીન
ભારતીય સિનેમામાં તેના કામ માટે પ્રખ્યાત અભિનેત્રી કલ્કી કોચલીન ફ્રેન્ચ નાગરિક છે. તેમનો જન્મ અને ઉછેર ભારતમાં થયો હોવા છતાં, તેની પાસે ફ્રેન્ચ નાગરિકતા છે માટે એ અહીં મત નહીં આપી શકે. જો કે કલ્કીનું નામ ફ્રાંસની મતદાર યાદીમાં પણ નથી. માટે એ કોઈ પણ જગ્યાએ પોતાનો મત આપી શકતી નથી.
ઇલિયાના ડી‘ક્રૂઝ
અભિનેત્રી ઇલિયાના ડી’ક્રૂઝ, તેલુગુ અને હિન્દી સિનેમામાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે, તે પોર્ટુગીઝ મૂળની છે અને તેની પાસે પોર્ટુગીઝ પાસપોર્ટ છે. તેણે 2014 માં પોર્ટુગીઝ રાષ્ટ્રીયતા પ્રાપ્ત કરી, જે ગોવાના ભૂતપૂર્વ પોર્ટુગીઝ પ્રદેશમાં તેના પરિવારના ઇતિહાસ સાથે મેળ ખાય છે. ભારતમાં તેની સફળ કારકિર્દી અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાણ હોવા છતાં, તેની પોર્ટુગીઝ નાગરિકતાનો અર્થ એ છે કે તેઓ ભારતીય ચૂંટણીઓમાં મતદાન કરવા માટે અયોગ્ય છે.
દીપ્તિ નવલ
વીતેલા સમયની પીઢ ભારતીય અભિનેત્રી દીપ્તિ નવલ એમના ઉમદા અભિનય અને દિગ્દર્શન માટે જાણીતા છે. તેઓ ઘણા વર્ષો સુધી ભારતીય ફિલ્મ સિનેમાનો મહત્વનો હિસ્સો છે, તેમ છતાં એમની અમેરિકન નાગરિકતાને કારણે એમણે ક્યારેય ભારતમાં મતદાન કર્યુ નથી.