આરોહણ 2026: CII ગુજરાત દ્વારા સ્ટાર્ટઅપ સ્કેલ-અપ સંવાદનું આયોજન

અમદાવાદઃ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ગુજરાત દ્વારા આજે અમદાવાદમાં તેના પ્રથમ આરોહણ 2026 સ્ટાર્ટઅપ સ્કેલ-અપ સંવાદ (AROHAN 2026 – Startup Scale-Up Dialogue)નું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાન્સફોર્મિંગ ઇન્નોવેટર્સ ઇનટુ ઇન્ડસ્ટ્રિયલ એન્કર્સ – ‘Transforming Innovators into Industrial Anchors’ થીમ હેઠળ યોજાયેલા આ દિવસભરના સંવાદમાં સ્ટાર્ટઅપ સ્થાપકો, રોકાણકારો, કોર્પોરેટ નેતાઓ, નાણાકીય સંસ્થાઓ અને નીતિ નિર્માતાઓ એક મંચ પર એકત્ર થયા હતા, જેથી ઊંચી સંભાવના ધરાવતા ઉદ્યોગોને મોટા પાયે વિકસાવવામાં આવતા પડકારો અને તેના ઉકેલો પર વિચારવિમર્શ થઈ શકે.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ મુખ્ય પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજે અમારા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે રાજ્યના મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલજીને હસ્તે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029 – પાવરિંગ ડિજિટલ ઇન્ડિયા’ લોન્ચ કરવામાં આવી છે. ભારત સેમી-કન્ડક્ટર ક્ષેત્રમાં વિકાસના આગામી તબક્કા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આ ક્રાંતિમાં ગુજરાત અગ્રેસર રહેશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાત ક્વોન્ટમ કમ્પ્યુટિંગ મિશન પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે CII દ્વારા આયોજિત આરોહણ સ્ટાર્ટઅપ સ્કેલ-અપ સંવાદની પ્રથમ આવૃત્તિ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ ભારતના વિઝનને સાકાર થતું દર્શાવે છે. આ પ્રસંગે તેમણે CII Gujarat Enterprise Scale Cohort (ESC) નો પણ પ્રારંભ કર્યો હતો. આ પહેલનો હેતુ સ્ટાર્ટઅપ સ્થાપકોને દિવસભરની ચર્ચાઓને વ્યવસાયિક પરિણામોમાં રૂપાંતરિત કરવામાં સહાયરૂપ થવાનો છે.

‘Frictionless Ecosystems – Accelerating Business Through Smart Architecture’ શીર્ષક હેઠળ યોજાયેલા પ્રથમ સત્રથી આ કાર્યક્રમની શરૂઆત થઈ. સત્રમાં CII ગુજરાત સ્ટાર્ટઅપ ટાસ્કફોર્સના કન્વીનર અને RenP Green Energy LLP ના સ્થાપક રુત્વિક પટેલે સ્વાગત પ્રવચન આપ્યું. ત્યાર બાદ CII ગુજરાતના તત્કાલીન ભૂતપૂર્વ અધ્યક્ષ અને Conmat Heavy Industries Pvt Ltdના સ્થાપક અને MD પ્રેમરાજ કશ્યપ, પેટપૂજા (Petpooja)ના વાઇસ પ્રેસિડેન્ટ (માર્કેટિંગ) અને હન્ગ્રિતો(Hungrito)ના સ્થાપક  સાહિલ શાહ તેમ જ IINDEPRO Dynamics Pvt Ltdના સહ-સ્થાપક અને CEO  પરાગ જોબનપુત્રાએ વિશેષ સંબોધન કર્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન બે પેનલ ચર્ચાઓ યોજાઈ હતી. પ્રથમ ચર્ચા ‘The New Capital Order: Balancing Equity, Debt, and Platform Innovation in the Startup Ecosystem’ વિષય પર હતી, જેમાં સ્ટાર્ટઅપ સ્થાપકો બદલાતા નાણાકીય માળખામાં કેવી રીતે આગળ વધી શકે તે અંગે ચર્ચા થઈ હતી. આ ચર્ચાનું સંચાલન CII ગુજરાત સ્ટાર્ટઅપ ટાસ્કફોર્સના સહ-કન્વીનર  ઇશાન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

બીજી ચર્ચા ‘Leveraging Public Infrastructure, Grants, and Incubation for Market Scale’ વિષય પર યોજવામાં આવી હતી, જેમાં બજાર વિસ્તરણ માટે સરકાર દ્વારા મળતી ગ્રાન્ટ, ઇન્ક્યુબેશન અને અન્ય સહાયનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમના બીજા ભાગમાં ‘Bridging Industry and Innovation: Creating Value Through Startup Engagement’ વિષય પર ટેક્નિકલ વર્કશોપ યોજાયો હતો, જેનું નેતૃત્વ સુશ્રી વૈષ્ણવી રેડ્ડી, ડિરેક્ટર, CII CIES દ્વારા કરવામાં આવ્યું હતું.