ગુજરાત સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ માટે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકારી અધિકારીઓ / કર્મચારીઓ પોતાના વતનમાં પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર એક અઠવાડિયાનું મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

એટલે કે, તા.20ના રોજ દિવાળી, તા.22ના રોજ નૂતન વર્ષ, 23ના રોજ ભાઈબીજ, 25ના રોજ ચોથો શનિવાર તથા 26ના રોજ રવિવારની જાહેર રજા હોય પરંતુ તા.21ને મંગળવાર તથા 24ને શુક્રવારે તમામ કચેરીઓ ચાલુ હોય જેથી કર્મચારીઓ અને અધિકારીઓ માટે આ બંને દિવસોએ પણ તમામ કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તેના બદલામાં તા.8/11ના રોજ બીજો શનિવાર અને તા.13/12ના બીજા શનિવારના રોજ તમામ કચેરીઓ ચાલુ રહેશે.