નવી દિલ્હીઃ UP કોંગ્રેસના વડા અજય રાયે રાફેલ ફાઇટર જેટને આપેલા નિવેદનને લીધે વિવાદ થઈ રહ્યો છે. ભાજપે આ સેનાનું મનોબળ તોડનારું ગણાવ્યું હતું. ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે આ લોકો ભારતીય સેનાનું મનોબળ નીચું કરનારું છે.
ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે એક રમકડાનું વિમાન બતાવ્યું અને તેના પર રાફેલ લખેલું હતું. આમ કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલ ફાયટર વિમાનને રમકડું બતાવીને મજાક ઉડાવી હતી અને તેના પર લીંબુ-મરચાં લટકાવીને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો. પહલગામ આતંકવાદી હુમલાને લઈને કોંગ્રેસ નેતાએ કરેલી કટાક્ષનો વિડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિએ વધી ગઈ છે અને સામાન્ય જનતા તેના પરેશાન છે. પહલગામ હુમલામાં નિર્દોષના મોત થયાં છે, પરંતુ આ સરકાર આતંકવાદીઓને ઠાર કરી દેવાની મોટી-મોટી વાતો કરે છે. રાફેલ લાવ્યા, પણ તે હેન્ગરમાં છે અને તેમાં લીંબુ-મરચાં લટકેલાં છે. આ લીંબુ-મરચાં દેશના સંરક્ષણ મંત્રીએ બાંધ્યા છે. આતંકવાદીઓ અને સમર્થકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે?
જ્યારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયના નિવેદનથી યુપી નહીં, પરંતુ દેશભરમાં રાજકીય હલચલ વધી છે. જેમાં ભાજપના નેતા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ નેતા અજય રાય પર સેના પર મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો હતો અને આ બાબતને કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતાનો ભાગ ગણાવ્યો હતો.
Delhi: JDU leader K. C. Tyagi on UP Congress President Ajay Rai’s statement says, “This is an insult to the bravery and valor of the soldiers who risk their lives at the nation’s borders. The Congress Party should take serious note of this” pic.twitter.com/1LjcJIdQPw
— IANS (@ians_india) May 5, 2025
ભાજપના નેતા પ્રદીપ ભંડારીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી પાકિસ્તાની આતંકવાદી સંગઠનની સત્તાવાર પ્રવક્તા બની ગઈ છે. હજી 24 કલાક પહેલાં ચરણજિત સિંહ ચન્ની સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માગી રહ્યા હતા. તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું. પછી 24 કલાકથી ઓછા સમયમાં યુપી કોંગ્રેસપ્રમુખ આપણા સશસ્ત્ર દળોની મજાક ઉડાવે છે અને રમકડાંનું વિમાન બતાવે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં પાકિસ્તાની પ્રચાર પર પ્રતિબંધ છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તાવાર રીતે પાકિસ્તાની આતંકવાદનો ડીપ સ્ટેટ પ્રચાર કરે છે.
