નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઈટેડ સ્ટેટ્સમાં T20 વર્લ્ડ કપ 2024 અભિયાનની શરૂઆત પહેલા, ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ICCએ ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યર 2023નો એવોર્ડ આપ્યો છે.
સૂર્યકુમાર યાદવે સતત બીજા વર્ષે આ એવોર્ડ મેળવ્યો છે. આ સન્માન મેળવનારો તે એકમાત્ર ખેલાડી બન્યો છે. ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટર સૂર્યકુમાર યાદવે વર્ષ 2023માં 17 ઈનિંગમાં 733 રન બનાવ્યા હતા.