દેશમાં હડકવા કૂતરાથી પ્રતિ વર્ષ 5700નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં પશુઓ દ્વારા કરડવાની ઘટનાઓમાંથી 75 ટકા ઘટનાઓમાં કૂતરા સામેલ છે, હવે કૂતરાનું કરડવું એક રોગચાળો બની ગયો છે. આ સિવાય પ્રતિ વર્ષ હડકાયા કૂતરાઓને કારણે આશરે 5700 લોકોનાં મોત થાય છે, એમ ICMR દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જણાવવામાં આવ્યું છે.

સંસ્થાએ માર્ચ, 2022થી ઓગસ્ટ 2023 સુધી દેશનાં 15 રાજ્યોના 60 જિલ્લાઓમાં એક મોટું સર્વેક્ષણ કર્યું હતું. આ સર્વેનો ઉદ્દેશ પશુઓ દ્વારા કરડવાની ઘટનાઓ, હડકવાવિરોધી રસીઓ અને હડકવાને કારણે થતાં મોતોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ સર્વેમાં 78,800થી વધુ પરિવારો પાસેથી માહિતી લેવામાં આવી હતી અને 3,37,808 લોકોથી એ પૂછવામાં આવ્યું હતું કે શું તેમના પરિવારમાં કોઈ પશુએ કરડવાની ઘટના બની છે, શું હડકવાની રસી કોઈએ લીધી છે અને હડકાયા પશુના કરડવાથી કોઈનું મોત થયું છે?

આ સર્વેમાં માલૂમ પડ્યું હતું કે 2000 લોકોથી વધુને પશુઓ દ્વારા કરડવાની ઘટના વિશે માહિતી આપી હતી અને આમાં મોટા ભાગના કેસોમાં કૂતરા જવાબદાર હતા. આ સર્વેમાં માલૂમ પડ્યું હતું કે પ્રતિ 1000 લોકોમાંથી છ લોકોને કોઈ ને કોઈ પશુ કરડ્યું છે. દેશમાં આશરે 91 લાખ લોકોને વર્ષેદહાડે પશુ કરડવાની ઘટનાના શિકાર બની છે. દેશમાં પ્રતિ વર્ષ 5726 લોકો હડકવાને કારણે જીવ ગુમાવે છે. જે કૂતરા દ્વારા ગંભીર બીમારીથી જોડાયેલી છે.  દેશ વર્ષ 2030 સુધીમાં હડકવા કૂતરાથી થતી બીમારી સમાપ્ત કરવાની દિશામાં સંસ્થા કામ કરી રહી છે.