અમદાવાદ: ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ શ્રધ્ધાળુઓએ જુદી-જુદી રીતે વિનાયકને વિદાય આપી. ગણેશોત્સવ માટે પધરામણી કરાવેલા ગણપતિનું જળાશયોમાં અને ઘરઆંગણે પાત્રમાં વિસર્જન કર્યુ. શહેરનો એક પરિવાર છેલ્લા 45 વર્ષથી ગણેશ યજ્ઞ કરી ગણેશોત્સવ, અનંત ચતુર્દશીની ઉજવણી કરે છે.શહેરના રાણીપ વિસ્તારમાં સતત 45 વર્ષથી ગણેશ યજ્ઞ કરતા કલ્પેશ પ્રદ્યુમ્ન વ્યાસ ચિત્રલેખા.કોમને કહે છે, “અમારા પિતા પ્રદ્યુમ્નભાઈ વખતની આ પરંપરા અમે જાળવી રાખી છે. ગણેશોત્સવમાં અનંત ચતુર્દશીના દિવસે 1000 લાડુ સાથે ગણેશ યજ્ઞ કરવામાં આવે છે. એક હજાર મોદક સાથે માલપુઆ પણ અર્પણ કરવામાં આવે છે.”
સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રસંગે ખાસ ગજ દંપતીને આમંત્રણ આપી વેદોક્ત શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવે છે. આ સાથે અનંત ચતુર્દશીના રોજ ગણેશ યજ્ઞની પૂર્ણાહુતી કરવામાં આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
