ગણેશ વિસર્જન માટે સુરત પાલિકા દ્ધારા કરોડાના ખર્ચે 21 કૃત્રિમ તળાવ બનાવાયા

ગણેશ વિસર્જનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. બાપ્પાને ભારે હ્રદય સાથે ભાવિકો વિદાય કરવાની તૈયારી કરી રહ્યાં છે, ત્યારે સુરતમાં કૃતિમ તળા બનાવવાનું કામ પૂર્ણ થવાને આરે છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાનું સ્થાપન સુરતમાં થાય છે. ખાસ કરીને ઉધના પાંડેસરા અને લીંબા વિસ્તારમાં શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના થતી હોય છે. આ વખતે કરોડો રૂપિયાના ખર્ચે 21 કુત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે.

તાપી નદીમાં નથી કરવામાં આવતું ગણેશ વિસર્જન

નોંધનીય છે કે સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ગણેશ વિસર્જન ન થતું હોવાથી આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાની કવાયત શરૂ કરી હતી. શહેરના કેટલાક વિસ્તારમાં ગૌરી ગણેશ તથા અન્ય ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પણ કરવામાં આવ્યું હતું. આવતીકાલે હવે આનંદ ચૌદશ હોવાથી શહેરના તમામ કૃત્રિમ તળાવને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે એનજીટીના આદેશ બાદ સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે કોઈપણ પ્રકારની પ્રતિમાનું વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે દર વર્ષે સુરતમાં હજારોની સંખ્યામાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થતું હોવાથી આ પ્રતિમાના વિસર્જન માટે મહાનગરપાલિકા કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી કરે છે. સુરત મહાનગરપાલિકા દ્ધારા 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે.

લાખોના ખર્ચે બનાવાયા કૃત્રિમ તળાવ

કૃત્રિમ તળાવ તળાવ બનાવવા માટે ગત વર્ષે 35.49 લાખના ખર્ચ થયો હતો. જયાકે ચાલુ વર્ષે 38.01 લાખના ખર્ચે તળાવ બનાવાશે. જ્યારે ઉધના ઝોનમાં ટી.પી. સ્કીમ નંબર-22માં ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે અને ટી.પી. સ્કીમ નંબર-6 (મજૂરા-ખટોદરા) ખાતે રોકડીયા હનુમાન મંદિરની સામે કૃત્રિમ તળાવ બનાવવા 53.82 લાખનો અંદાજ રજુ કરાયો છે. આ ઉપરાંત કતારગામ ઝોનમાં 61.36 લાખના ખર્ચે, અઠવા ઝોનમાં 44.11 લાખના ખર્ચે અને સરથાણા ઝોનમાં 60.28 લાખના ખર્ચે કૃત્રિમ તળાવ બનાવવા માટેની મંજૂરી સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામા આવી હતી. આ ઉપરાંત અન્ય મળી કુલ 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે.

તળાવ બનાવવાના ખર્ચમાં થઈ રહ્યો છે સતત વધારો

દર વર્ષે તળાવ બનાવવા માટેના ખર્ચમાં બે ગણો વધારો, આ વખતે 7.56 કરોડ ખર્ચશે કરવામાં આવશે. ગણેશ ચતુર્થીને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગણેશ ચતુર્થી પર્વ પર લોકો સૌથી વધુ નાની પ્રતિમાઓ સ્થાપિત કરતા હોય છે. તેના વિસર્જન માટે લોકોને હજીરા સહિત અન્ય દરિયાકાંઠે ન જવું પડે આ માટે સુરત મહાનગરપાલિકા કૃત્રિમ તળાવ બનાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ કૃત્રિમ તળાવ બનાવવા માટે જે ખર્ચ છે. તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.