ગુજરાત: આજરોજ 7 મે, 2024ના ગુજરાતની 25 લોકસભા બેઠક પર ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓઓ કયા શહેરમાં અને કયા બૂથ પરથી મતદાન કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 07.45 કલાક આસપાસ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાંત વિદ્યાલયના પોલિંગ બૂથ પરથી મતદાન કર્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુત્ર અનુજ પટેલ સાથે ઘાટલોડિયા વિસ્તારમાં મતદાન મતદાન કર્યું હતું.
પૂનમ માડમે જામનગરમાં મતદાન કર્યું.
ભાજપ નેતા ભરત પંડ્યાએ ગાંધીનગર લોકસભામાં આવતાં બોપલ ખાતે આવેલી સેન્ટ અન્સ શાળાનાં બુથમાં પરિવાર સાથે મતદાન કર્યું.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ મતદાન કર્યું.