GallerySports મહિલા આઈપીએલઃ મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા પ્રેક્ટિસનો આરંભ February 25, 2023 ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા સંચાલિત મહિલાઓની પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા (WPL)ની પહેલી આવૃત્તિ 4 માર્ચથી મુંબઈ અને નવી મુંબઈમાં શરૂ થવાની છે. WPL-2023ની પ્રારંભિક મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે 4 માર્ચે નવી મુંબઈના ડી.વાઈ. પાટીલ સ્પોર્ટ્સ એકેડેમી મેદાન પર રમાશે. મુંબઈ ફ્રેન્ચાઈઝીએ 25 ફેબ્રુઆરી, શનિવારથી તેની ટીમની ખેલાડીઓ માટે પ્રેક્ટિસ-સત્રનો આરંભ કર્યો છે. સ્પર્ધામાં કુલ પાંચ ટીમ રમશે – મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત જાયન્ટ્સ, યૂપી વોરિયર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી કેપિટલ્સ. કુલ 22 મેચો રમાશે. તમામ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ અને નવી મુંબઈના પાટીલ સ્ટેડિયમમાં રમાશે. બંને સ્ટેડિયમમાં 11-11 મેચ રમાશે. જે દિવસે બે મેચ રમાવાની હશે ત્યારે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે અને બીજી 7.30 વાગ્યાથી શરૂ થશે. એલિમિનેટર મેચ 24 માર્ચે પાટીલ સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલ મેચ 26 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), નેટ સિવર, એમિલિયા કેર, પૂજા વસ્ત્રાકર, યાસ્તિકા ભાટિયા, હીધર ગ્રેહામ, ઈસાબેલ વોંગ, અમનજોત કૌર, દારા ગુજરાલ, સાઈકા ઈશાક, હેલી મેથ્યૂઝ, ક્લો ટ્રાયોન, હુમૈરા કાઝી, પ્રિયંકા બાલા, સોનમ યાદવ, નીલમણી કલિશ, સોનમ યાદવ.