કમિન્સે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતનો બેટિંગ દેખાવ નિરાશાજનક રહ્યો હતો. ટીમ 50 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટના ભોગે 241 રન કરીને મેચ જીતી લીધી હતી. 120 બોલમાં 15 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 137 રન કરનાર ઓપનર ટ્રેવિસ હેડને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો. ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ એવોર્ડ વિરાટ કોહલીએ જીત્યો હતો.