વેસ્ટ ઈન્ડિઝ સામે પાકિસ્તાનનો સફાયો

આઈસીસી વર્લ્ડ કપ-2019ની 31 મે, શુક્રવારે રમાઈ ગયેલી બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાનને શરમજનક પરાજય આપ્યો હતો. ટોસ હારી જનાર પાકિસ્તાનની ટીમ 21.4 ઓવરમાં માત્ર 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝે માત્ર 13.4 ઓવરમાં 3 વિકેટના ભોગે 108 રન કરીને મેચ 7-વિકેટથી જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર ઓશેન થોમસને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો, જેણે 4 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે 50 રન કર્યા હતા.