મલાડના મોલમાં 2021નું સ્વાગત…

વર્ષ 2020ને ‘ગુડબાય’ કરી નવા વર્ષ 2021ને હર્ષપૂર્વક ‘વેલકમ’ કરવા માટે મુંબઈગરાંઓ સજ્જ છે. 2021ના આગમનની પૂર્વસંધ્યાએ, 31 ડિસેમ્બર, 2020ના ગુરુવારે મલાડ (વેસ્ટ) ઉપનગરમાં આવેલા શોપિંગ મોલ ‘ઈનોર્બિટ’ને સુંદર ડેકોરેશન દ્વારા સુશોભિત કરવામાં આવ્યો છે. કોરોના વાઈરસને લગતી આરોગ્ય માર્ગદર્શિકાઓના પાલન સાથે ખરીદી કરવા આવેલા ગ્રાહકો ડેકોરેશન પાસે ઊભીને સેલ્ફી-તસવીરો પાડવાનો આનંદ માણતાં જોવા મળ્યા હતા. (તસવીરોઃ દીપક ધુરી)