મુંબઈઃ 6 મિની-AC બસનું ઠાકરેએ લોકાર્પણ કર્યું…

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ 16 સપ્ટેંબર, સોમવારે મુંબઈમાં BEST કંપની સંચાલિત સિટી-બસસેવા માટે 21-સીટવાળી 6 મિની-એરકન્ડિશન્ડ બસનું લોકાર્પણ કર્યું હતું. દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તાર સ્થિત BEST ભવન નજીકના બસ ડેપો ખાતે એમણે એક બસમાં બેસીને નવી બસની સેવાનો શુભારંભ કરાવ્યો હતો. આ બસોનો આકાર 1926ની સાલમાં મુંબઈમાં દોડાવવામાં આવતી બેસ્ટ કંપનીની બસોની જેવો છે. આમ, BEST કંપનીએ મુંબઈગરાઓને જૂના જમાનાની યાદ તાજી કરાવી છે.
1926ની સાલની 'બેસ્ટ' બસની તસવીર


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]