વડા પ્રધાન મોદીનું કોહિમા, ગુવાહાટીમાં ઉષ્માભર્યું સ્વાગત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચ, મંગળવારે ઈશાન ભારતના ત્રણ રાજ્યોની મુલાકાતે ગયા હતા. નાગાલેન્ડના પાટનગર કોહિમા અને આસામના ગુવાહાટી શહેરમાં વડા પ્રધાનનો કારકાફલો પસાર થતો હતો ત્યારે રસ્તાની બંને તરફ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં અને હાથમાં બેનર અને ભાજપના ધ્વજ લઈને ઉપસ્થિત રહ્યાં હતાં અને વડા પ્રધાનને ઉષ્માપૂર્વક આવકાર આપ્યો હતો.

નાગાલેન્ડમાં હાલમાં જ યોજાઈ ગયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને તેના મિત્ર પક્ષ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી)એ બહુમતી 37 સીટ જીતીને સત્તા જાળવી રાખી છે. એનડીપીપીના નેફિયુ રિયો પાંચમી વખત મુખ્ય પ્રધાન બન્યા છે. મંગળવારે કોહિમા શહેરમાં યોજવામાં આવેલા એમના શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન મોદીએ હાજરી આપી હતી અને એમને અભિનંદન આપ્યા હતા.

કોહિમામાં વડા પ્રધાનનું સ્વાગત

કોહિમામાં વડા પ્રધાનનું સ્વાગત

કોહિમામાં વડા પ્રધાનનું સ્વાગત

ગુવાહાટીમાં વડા પ્રધાન મોદીનું સ્વાગત

ગુવાહાટીમાં વડા પ્રધાન મોદીનું સ્વાગત કરવા એકત્ર મહિલાઓ

વડા પ્રધાન મોદી મેઘાલય પણ ગયા હતા અને પાટનગર શિલોંગમાં મુખ્ય પ્રધાન સંગમા કોનરાડના શપથવિધિ સમારોહમાં હાજરી આપી હતી અને એમને અભિનંદન આપ્યા હતા. સંગમા કોનરાડની નેશનલ પીપલ્સ પાર્ટીના નેતૃત્ત્વવાળા ગઠબંધને 45 સીટ જીતી છે. એમાં એનપીપીના 26 અને ભાજપના બે વિધાનસભ્ય છે.