વાઈસ એડમિરલ દિનેશ ત્રિપાઠી બન્યા પશ્ચિમી નૌકા કમાન્ડના વડા

વાઈસ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ મંગળવાર, 28 ફેબ્રુઆરીએ પશ્ચિમી નૌકા કમાન્ડના નવા ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફનો હોદ્દો સંભાળી લીધો છે. તેઓ વાઈસ-એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહના અનુગામી બન્યા છે.

મુંબઈમાં નેવલ ડોક્યાર્ડ ખાતે પદ હસ્તાંતરણની પ્રક્રિયા આઈએનએસ શિકરા ખાતે યોજવામાં આવી હતી. એ પ્રસંગે પરંપરાગત પરેડ યોજવામાં આવી હતી અને એ વખતે ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાઈસ એડમિરલ ત્રિપાઠી આઈએનએસ વિનાશ, આઈએનએસ ક્રિશ, આઈએનએસ ત્રિશુલ જેવા જહાજો પર કમાન્ડ સંભાળી ચૂક્યા છે.

વાઈસ એડમિરલ ત્રિપાઠીના પરિવારમાં પત્ની શશી છે, જેઓ આર્ટિસ્ટ અને ગૃહિણી છે. એમને એક પુત્ર છે, જે લૉયર છે.