દિલ્હીમાં બીબીસી ઓફિસની બહાર વિરોધ-દેખાવો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક દસ્તાવેજી ફિલ્મ બનાવી તેને રિલીઝ કરવા સામેના વિરોધમાં હિન્દુ સેના સંગઠનના કાર્યકર્તાઓ, સમર્થકોએ 15 ફેબ્રુઆરી, બુધવારે નવી દિલ્હીમાં બીબીસી સંસ્થાની ઓફિસની બહાર પ્લેકાર્ડ બતાવીને દેખાવો કર્યા હતા. પ્લેકાર્ડમાં લખ્યું હતુંઃ જાતજાતના ડે મનાવ્યા, હવે ‘બીબીસી કુટાઈ ડે’, ‘બીબીસી પિટાઈ ડે’ પણ મનાવવો જોઈએ.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે દિલ્હી પોલીસે બીબીસી ઓફિસની બહાર સુરક્ષા જવાનોનો પહેરો ગોઠવી દીધો છે