વડા પ્રધાન મોદીએ ‘ફિટ ઈન્ડિયા’ ઝુંબેશનો કર્યો શુભારંભ…

શારીરિક સુસજ્જતા વિશે નાગરિકોમાં જનજાગૃતિ જગાવવા માટે કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી એવી 'ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ'નો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 29 ઓગસ્ટ, ગુરુવારે નવી દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં આમંત્રિત બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને આવકારતા પીએમ મોદી.


મોદીએ આ પ્રસંગે કહ્યું કે ફિટનેસ પર સમગ્ર દુનિયામાં એક ઝુંબેશ ચાલી રહી છે. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ મારફત સરકારે હેલ્ધી ઈન્ડિયાની દિશામાં મહત્ત્વપૂર્ણ ડગલું માંડ્યું છે.


ભારતના દંતકથા સમાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસને દર વર્ષે ભારતમાં 'રાષ્ટ્રીય ખેલ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આજે એ નિમિત્તે સરકારે ફિટ ઈન્ડિયા ઝુંબેશનો આરંભ કર્યો છે.






ફિટ ઈન્ડિયા મૂવમેન્ટમાં સહભાગી થવા બદલ શિલ્પા શેટ્ટીનો કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન કિરન રિજિજુએ આભાર માન્યો છે.