પીએમ મોદી મળ્યા યૂક્રેનથી પરત ફરેલાં વિદ્યાર્થીઓને…

રશિયાના લશ્કરી આક્રમણને કારણે રણમેદાનમાં અને અત્યંત જોખમી સ્થિતિમાં ફેરવાઈ ગયેલા યૂક્રેન દેશમાંથી જાન બચાવીને, કેન્દ્ર સરકારની મદદથી એર ઈન્ડિયાના વિમાનો દ્વારા સહીસલામત રીતે સ્વદેશ પાછાં ફરેલાં ભારતીય વિદ્યાર્થીઓ 3 માર્ચ, ગુરુવારે વારાણસીમાં મળ્યા હતા. આ વિદ્યાર્થીઓ વારાણસી તેમજ ઉત્તર પ્રદેશના અન્ય ભાગોનાં રહેવાસીઓ છે. વડા પ્રધાન મોદીએ એમની સાથે ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓએ એમને થયેલાં અનુભવો જણાવ્યાં હતાં.

વડા પ્રધાન મોદી ઉત્તર પ્રદેશમાં નવી વિધાનસભાની હાલ ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે ત્રણ દિવસ માટે ઉત્તર પ્રદેશ આવ્યા છે. ગુરુવારે તેઓ વારાણસીમાં હતા.