યુદ્ધને લીધે ફિચ, મૂડીઝે રશિયાનું સોવેરિન રેટિંગ ઘટાડ્યું

લંડનઃ રેટિંગ એજન્સી મૂડીઝ અને ફિચે રશિયાની સરકારી શાખ ઘટાડીને ‘જન્ક’ શ્રેણીમાં મૂકી દીધું છે. આ એજન્સીઓએ રશિયાને છ ક્રમાંક ઘટાડી દીધું છે. એ સાથે રશિયાના અર્થતંત્રને પણ નબળું ગણાવ્યું છે. રશિયાએ યુક્રેનના હુમલાને ધ્યાનમાં રાખતાં પશ્ચિમી દેશોના ગંભીર પ્રતિબંધો પછી આ પગલું ઉઠાવ્યું છે. મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે રશિયાના લાંબા ગાળાના અને વધુ સુરક્ષિત  (સ્થાનિક અને વિદેશી કરન્સી) બ્રાંડ રેટિંગને ‘BAA3’ શ્રેણીમાંથી ‘B3’માં મૂકી દીધું છે. ફિચે પણ રશિયાનું રેટિંગ ‘BBB’થી ઘટાડીને ‘B’ કરી દીધું છે. આ રેટિંગથી નેગેટિવ સ્તરે મૂકી દીધું છે.

રશિયાના યુક્રેન પર આક્રમણ પર લગાવેલા પ્રતિબંધોથી રશિયાનાં નાણાકીય બજારોમાં અફરાતફરી મચી ગઈ છે. રશિયાએ યુક્રેન પર કરેલું આક્રમણ દ્વિતીય વિશ્વ યુદ્ધ પછીનું યુરોપીય દેશ પર સૌથી મોટો હુમલો છે. આ આક્રમણથી રેટિંગ એજન્સીઓએ રશિયાનું ક્રેડિટ રેટિંગ નોંધપાત્ર ઘટાડ્યું છે. S&Pએ ગયા સપ્તાહે રશિયાનું રેટિંગ ઘટાડીને જન્ક કર્યું હતું.આ સપ્તાહે MSCIના એક્ઝિક્યુટિવે રશિયાનાં શેરબજારોને બિનમૂડીરોકાણલક્ષી ગણાવ્યાં હતાં. ગયા સપ્તાહે G-7નાં મુખ્ય અર્થતંત્રોએ રશિયાની કેન્દ્રીય બેન્કો પર આકરા પ્રતિબંધો લાદ્યા હતા.  

ફિચે કહ્યું હતું કે રશિયા પર લદાયેલા આર્થિક પ્રતિબંધોથી રશિયાની દેવાં ચૂકવવાની ક્ષમતા પર પ્રતિકૂળ અસર પડશે. આ યુદ્ધને કારણે ઇન્ડેક્સ પ્રોવાઇડર્સ FTSE રસેલ અને MSCIએ એલાન કર્યું હતું કે એ બધા ઇન્ડેક્સમાંથી રશિયાની ઇક્વિટીને દૂર કરશે.