નાણાપ્રધાને કરબોજ વગરનું, ચૂંટણીલક્ષી બજેટ રજૂ કર્યું

ગાંધીનગરઃ પટેલ સરકારે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2022-23 માટેનું ચૂંટણીલક્ષી અને કરબોજ વગરનું બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાન કનુ દેસાઈએ વિધાનસભા ચૂંટણી પૂર્વેનું છેલ્લું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં 560.09 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. સરકારે કર્મચારીઓને રાહત આપી છે. સરકારે પ્રોફેશનલ ટેક્સમાંથી માફી આપવાની જાહેરાત કરી છે. કરવેરાના હાલમાં માળખામાં કોઈ પણ ફેરફાર નથી કર્યો.

નાણાપ્રધાને કહ્યું હતું કે રાજ્યના નાગરિકોની માથાદીઠ આવક રૂ. 2.14 લાખ પર પહોંચી છે. જોકે બજેટમાં સરકારની આવકમાં 108 કરોડનો ઘટાડો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.આ બજેટનું કુલ કદ રૂ. 2,43,965 કરોડનું રાખ્યું હતું.

આ બજેટ વિશે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ બજેટ પ્રજાલક્ષી, લોકોની અપેક્ષાને પૂરી કરનારું અને સર્વસમાવેશી બજેટ છે. સામાન્ય પગારદારોને રાહત આપતા સરકારે કહ્યું હતું કે રૂ. 12,000 સુધીના માસિક પગાર પર પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ આપી છે.

આ બજેટમાં નીચે મુજબની જોગવાઈ કરવામાં આવી છે…

શિક્ષણ માટે રૂ. 34,884 કરોડની જોગવાઈ

પીએચ.ડીની સહાય રૂ. 25,000થી વધારીને રૂ. એક લાખ

ગૌ સંવર્ધન માટે રૂ. 500 કરોડની ફાળવણી

 સ્કૂલ ઓફ એક્સલન્સ માટે રૂ. 1188 કરોડ

રખડતા ઢોરને પકડવા માટે રૂ. 100 કરોડની ફાળવણી

4000 ગામોને મફત WiFiની સુવિધા

કચ્છમાં મોટા ચેકડેમ બનાવવા 65 કરોડ.

બનાસકાંઠામાં સિંચાઈનો લાભ આપવા રૂ. 70 કરોડ.

રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવવા માટે રૂ. 4100 કરોડની ફાળવણી

ધરોઈ બંધ પરિક્ષેત્રને પ્રવાસનક્ષેત્ર તરીકે વિકસાવવા રૂ. 200 કરોડ.

અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારનાં ગામોને સિંચાઈ માટે રૂ. 25 કરોડ.

સરકાર આગામી વર્ષે ચાર લાખ નવા આવાસ બાંધશે.

બોટાદ, જામખંભાળિયા વેરાવળમાં નવી મેડિકલ સરકારી કોલેજ

કૃષિ વિભાગ માટે રૂ. 7737 કરોડની જોગવાઈ.

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના

જળ સંપત્તિ વિભાગ માટે રૂ. 5339 કરોડની જોગવાઈ.

પાણી-પુરવઠા વિભાગ માટે રૂ.5451 કરોડની જોગવાઈ

આરોગ્ય વિભાગ માટે રૂ. 12,240 કરોડની જોગવાઈ

શિક્ષણ વિભાગ માટે રૂ.34884 કરોડની જોગવાઈ

મહિલા, બાળ વિકાસ વિભાગ માટે રૂ.4976 કરોડ

ગૌશાળા, પાંજરાપોળ નિભાવ ખર્ચ માટે રૂ.500 કરોડ

ગૃહ વિભાગ માટે રૂ.8325 કરોડની જોગવાઈ

ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની 1094 જગ્યા ઊભી કરાશે

સુરત અને ગિફ્ટ સિટીમાં નવા પોલીસ મથક બનશે

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.1526 કરોડ

સામાજિક ન્યાય, અધિકારિતા વિભાગ માટે રૂ.4782 કરોડ

કાયદા વિભાગ માટે રૂ.1740 કરોડની જોગવાઈ

આદિજાતિ વિભાગ માટે રૂ.2909 કરોડની જોગવાઈ

પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ.9048 કરોડ

શહેરી વિકાસ વિભાગ માટે રૂ. 14297 કરોડ

ઉદ્યોગ વિભાગ માટે રૂ.7030 કરોડની જોગવાઈ

પ્રવાસન વિભાગ માટે રૂ.465 કરોડની જોગવાઈ

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂ.670 કરોડ

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]