વેંકૈયા નાયડુ લિખિત પુસ્તકનું વિમોચન…

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ એમના આ પદ ઉપર એક વર્ષ પૂરું કર્યું એ વિશેના અનુભવો વર્ણવતા અંગ્રેજી પુસ્તક ‘મૂવિંગ ઓન, મૂવિંગ ફોરવર્ડ – અ યર ઈન ઓફિસ’નું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 2 સપ્ટેંબર, રવિવારે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે બે ભૂતપૂર્વ વડા પ્રધાન – ડો. મનમોહન સિંહ અને દેવ ગોવડા, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલી, કોંગ્રેસી નેતા આનંદ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે એમના સંબોધનમાં કહ્યું હતું કે વેંકૈયાજીએ જીવનભર કિસાનો માટે કામ કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]