હજારો આંદોલનકારી કિસાનો મુંબઈમાં…

પોતાની વિવિધ માગણીઓનો સ્વીકાર કરવા માટે મહારાષ્ટ્ર સરકાર પર દબાણ લાવવા માટે મહારાષ્ટ્રભરમાંથી હજારોની સંખ્યામાં કિસાનો નાશિકમાંથી પદયાત્રા દ્વારા 11 માર્ચ, રવિવારે મુંબઈમાં આવી પહોંચ્યા છે. આ કિસાનો આવતીકાલે, સોમવારે દક્ષિણ મુંબઈમાં વિધાનભવન ખાતે કૂચ કરી જવાના છે અને વિધાનભવનને ઘેરાવ કરવાના છે. સામ્યવાદી/માર્ક્સવાદી પક્ષોના સંચાલન હેઠળ ડાબેરી ઝોકવાળા અખિલ ભારતીય કિસાન સભા સંગઠનના નેજા હેઠળ કિસાનોએ લોન્ગ માર્ચ આંદોલન કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]