GalleryEvents કોરોના-રસી મામલે કેન્દ્ર સરકારની ‘તાનાશાહી’ સામે કોંગ્રેસના દેખાવો May 26, 2021 મુંબઈમાં કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીઓની અછતથી વહીવટીતંત્ર તેમજ નાગરિકો સૌ પરેશાન છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સંયુક્ત સરકારમાં ભાગીદાર કોંગ્રેસ પક્ષ દ્વારા કેન્દ્ર સરકારના વલણ સામેના વિરોધમાં 26 મે, બુધવારે સવારે મુંબઈમાં દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોએ હાથમાં પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં હાજર રહીને મુંબઈના પ્રવેશદ્વાર ગણાતા દહિસર ચેકનાકા ખાતે, કોવિડ રસીકરણ કેન્દ્રની બહાર દેખાવો કર્યા હતા. મુંબઈ કોંગ્રેસના પ્રમુખ ભાઈ જગતાપના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસીઓએ માનવ-સાંકળ રચીને દેખાવો કર્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે કેન્દ્ર સરકારની ‘તાનાશાહી’ને કારણે મહારાષ્ટ્ર રાજ્યને કોરોના-રસી પર્યાપ્ત પ્રમાણમાં મળતી નથી. (તસવીરોઃ દીપક ધુરી) પોસ્ટરોમાં લખાણ હતું: ‘મોદીજી, આપણા બાળકોની રસીને તમે વિદેશ કેમ મોકલી દીધી?’