GalleryEvents હિમાચલ પ્રદેશમાં રોપવેમાં ફસાયેલા તમામને ઉગારી લેવાયાં June 20, 2022 હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં પરવાનૂ ટિંબર ટ્રેલ સ્થળે 20 જૂન, સોમવારે બપોરે એક કેબલ કાર ટ્રોલી આકાશમાં અધવચ્ચે બગડી જતાં અટકી ગઈ હતી. પરિણામે એમાં બેઠેલાં 11 મુસાફરોનો જીવ જોખમમાં આવી ગયો હતો. પરંતુ પ્રશાસન અને બચાવ કર્મચારીઓએ પ્રશંસનીય રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી અને ત્રણ કલાકની જહેમતને અંતે ફસાયેલા તમામ 11 જણને એક પછી એક સલામત રીતે ઉગારી લીધાં હતાં. કેબલ ઉપર એક રેસ્ક્યૂ ટ્રોલીને પેસેન્જર ટ્રોલી સુધી લઈ જવામાં આવી હતી. બાદમા પેસેન્જર ટ્રોલીમાં ફસાયેલા દરેકને હાર્નેસીસનો ઉપયોગ કરીને કૌશલ્યા નદી ખીણવિસ્તારમાં એક ડુંગર પર ઉતારવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે હેલિકોપ્ટરમાં બેસીને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને કેબલ કાર ટ્રોલીમાં ફસાઈ ગયેલા લોકોને ઉગારવાની જરૂરી સૂચના આપી હતી.