‘અગ્નિપથ’ યોજના સામે વિરોધઃ દેખાવકારોએ ટ્રેનો સળગાવી

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જાહેર કરેલી ભારતીય સશસ્ત્ર દળોમાં સૈનિકોની ભરતી અંગેની ‘અગ્નિપથ’ યોજના સામે દેશમાં અનેક શહેરોમાં વિરોધ થઈ રહ્યો છે. 16 જૂન, ગુરુવારે નોકરીવાંચ્છુઓ દ્વારા બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોના શહેરોમાં દેખાવો કરવામાં આવ્યા હતા. બિહારમાં 15 જિલ્લામાં દેખાવકારો હિંસક બન્યા હતા અને ટ્રેનોને આગ લગાડી હતી. છપરા શહેરમાં 12 ટ્રેનો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંની ત્રણ ટ્રેનને આગ લગાડવામાં આવી હતી. મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રોષે ભરાયેલા લોકોના ટોળાએ સરકારી તેમજ ખાનગી વાહનો તથા પ્રોપર્ટીને આગ લગાડી હતી. રસ્તાઓ તથા રેલવે સ્ટેશનો પર થતી હિંસાથી બચવા સામાન્ય લોકોને સુરક્ષિત જગ્યાએ ભાગવું પડ્યું હતું. ઉપરની તસવીર બિહારના છપરા શહેરના રેલવે સ્ટેશનની છે જ્યાં ભારતીય સેનામાં નોકરી મેળવવા ઈચ્છતા યુવકોએ અગ્નિપથ સામે વિરોધ દર્શાવવા એક ટ્રેનને સળગાવી.

કેન્દ્રીય પ્રધાનમંડળે ગયા મંગળવારે ‘અગ્નિપથ’ ભરતી યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના અંતર્ગત 17.5-21 વર્ષની વચ્ચેની વયનાં 46,000 સૈનિકોને ચાર વર્ષની મુદત માટે ભારતીય સેનાની ત્રણેય પાંખમાં કોન્ટ્રાક્ટ ધોરણે ભરતી કરવામાં આવશે. આ યોજના હેઠળ પસંદ કરાનાર યુવકો ‘અગ્નિવીર’ તરીકે ઓળખાશે.

છપરામાં પોલીસ બંદોબસ્ત

બિહારમાં ટ્રેન સળગાવાઈ

બિહારમાં ટ્રેન રોકવાના પ્રયાસ

બિહારમાં ટ્રેન સળગાવાઈ

બિહારમાં ટ્રેન સળગાવાઈ

બિહારના છપરામાં રેલવે પ્રોપર્ટી સળગાવાઈ

બિહારમાં રેલવે સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત

દિલ્હીમાં રેલરોકો આંદોલન

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]