અત્ર, તત્ર, સર્વત્ર…જય શ્રીરામ

અમદાવાદીઓએ પણ સોસાયટીઓને દીવડાંથી સજાવી.

ન્યુ રાણીપ, ચેનપુર સોસાયટીમાં રંગોળી.

શહેરમાં રંગોળી, દીવડાં, ફટાકડા અને રામ મંદિરની પ્રતિકૃતિ ધૂમ વેચાઈ

શ્રીરામ લખેલા ભગવા ઝંડા અને ખેસનું ધૂમ વેચાણ થયું.

અમદાવાદના માધુપુરાના દરજીએ હજારો ધજાઓ તાત્કાલિક બનાવી.

શ્યામસૃષ્ટિમાં શ્રીરામની ઘીની મૂર્તિ

મંદિર, ક્લબો, સોસાયટીના પ્રાંગણમાં અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા સૌએ સાથે મળી નિહાળી. ગામેગામ મોટી સંખ્યામાં શ્રીરામના ફોટા, રથ  સાથે શોભાયાત્રાઓ નીકળી.

પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં વેપારી મહામંડળો અને સેવાભાવી લોકોએ સૌને જમાડ્યા.

ભજન, હવન અને લોકડાયરાનાં આયોજનો થયાં. રામાયણના પાત્રોની વેશભૂષા તમામ કાર્યક્રમોમાં જોવા મળી.

ભગવાનનાં મંદિરોને અવનવા શણગારથી સજાવાયાં.

શેરી, મહોલ્લા, કોમ્પલેક્સ બહાર રામનાં વિશાળ કટઆઉટ જોવા મળ્યાં. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ ઠેર-ઠેર  આરતી કરવામાં આવી.

(પ્રજ્ઞેશ વ્યાસ)