મલાડમાં એમએમ મિઠાઈવાલાની દુકાનોમાં આગ…

મુંબઈના મલાડ ઉપનગરના વેસ્ટ ભાગમાં રેલવે સ્ટેશનની સામે જ આવેલી એમ.એમ. મિઠાઈવાલાની ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં 29 મે, મંગળવારે વહેલી સવારે ભયાનક આગ ફાટી નીકળી હતી. સદ્દભાગ્યે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ દુકાનો ગુપ્તા માર્કેટમાં આવેલી છે. સવારે 6.58 વાગ્યે આગની જાણ થતાં તરત જ અગ્નિશામક દળના જવાનો 12 ફાયર એન્જિન્સ સાથે ત્યાં પહોંચી ગયા હતા. બપોર સુધીમાં આગને કાબુમાં લેવામાં તેઓ સફળ થયા હતા.
આગે પાંચથી સાત હજાર સ્ક્વેર મીટર જેટલા એરિયાને ભરડો લીધો હતો. આગના ધૂમાડા ખૂબ ઊંચે સુધી ઊડયા હતા અને દૂરથી પણ જોઈ શકાતા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]