પ્રજાસત્તાક દિન પરેડ-2021 ટ્રોફીઓ એનાયત…

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 26 જાન્યુઆરીએ દેશના પ્રજાસત્તાક દિવસ-2021 નિમિત્તે દિલ્હીમાં ગઈ યોજાઈ ગયેલી પરેડ માટે શ્રેષ્ઠ માર્ચિંગ સંઘની ટ્રોફીઓનું 15 ફેબ્રુઆરી, સોમવારે નવી દિલ્હીમાં વિતરણ કર્યું હતું. જાટ રેજિમેન્ટલ સેન્ટરે સેનાની ત્રણેય પાંખ (ભૂમિદળ, હવાઈદળ, નૌકાદળ)માં શ્રેષ્ઠ માર્ચિંગ સંઘની ટ્રોફી જીતી હતી જ્યારે દિલ્હી પોલીસના સંઘને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (સીએપીએફ)માં શ્રેષ્ઠ માર્ચિંગ સંઘ ઘોષિત કરવામાં આવ્યો હતો. જાટ રેજિમેન્ટલ સેન્ટર વતી બ્રિગેડિયર આદર્શ બુતૈલ અને સુબેદાર મેજર (માનદ્દ કેપ્ટન) વિરેન્દ્રએ ટ્રોફી સ્વીકારી હતી જ્યારે દિલ્હી પોલીસ વતી સ્પેશિયલ પોલીસ કમિશનર રોબીન હિબુ અને સહાયક પોલીસ કમિશનર વિવેક ભગતે ટ્રોફી સ્વીકારી હતી. (તસવીરઃ પીઆઈબી)

જજીસની બે પેનલે કરેલા મૂલ્યાંકનના આધારે આ બે સંઘને શ્રેષ્ઠ ઘોષિત કરવામાં આવ્યા હતા. પ્રજાસત્તાક દિન પરેડમાં જુદા જુદા રાજ્યો, સંરક્ષણ દળો, સરકારી વિભાગો દ્વારા પોતપોતાના સંઘ ઉતારીને દેશની વિવિધતામાં એકતા તથા રાષ્ટ્રીય ગૌરવ અને સલામતી દળોની સુસજ્જતાનું પ્રદર્શન કરવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]