GalleryEvents કેજરીવાલના શપથવિધિ સમારોહમાં ‘છોટુ મફલરમેન’ છવાઈ ગયો… February 16, 2020 આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે 16 ફેબ્રુઆરી, રવિવારે દિલ્હીના રામલીલા મેદાન ખાતે દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે સતત ત્રીજી વાર શપથ લીધા હતા. એ પ્રસંગે કેજરીવાલનાં પરિવારજનો તથા પાર્ટીના હજારો કાર્યકર્તાઓ-સમર્થકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમારોહમાં એક બાળક પણ સત્તાવાર રીતે હાજર રહ્યો હતો, જે 'છોટુ મફલરમેન' તરીકે જાણીતો થયો છે. પાર્ટીના નેતાઓ અને સ્વયંસેવકો રમાડતા જોવા મળ્યા હતા.દિલ્હીની કાતિલ ઠંડીથી બચવા માટે કેજરીવાલ કાન અને ગળાને ઢાંકવા માટે મફલર પહેરવા માટે જાણીતા છે. એમની જેવો વેશ ધારણ કરીને ‘લિટલ મફલરમેન’ તરીકે 8 ફેબ્રુઆરીએ મતદાનના દિવસે જોવા મળેલા અને ફેમસ થયેલા બાળકને પણ શપથવિધિ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તે હાજર રહ્યો હતો.રાઘવ ચઢ્ઢાસોમનાથ ભારતીલિટલ મફલરમેન બાળકના પિતાએ કહ્યું કે એમના દીકરાને કેજરીવાલ જેવા ડ્રેસમાં સજ્જ કરવાનો આઈડિયા એમની પત્નીનો હતો. આ ઉંમરે તો એ માત્ર કેજરીવાલના ડ્રેસની જ નકલ કરી શકે એમ છે, પણ મોટો થઈને એ પણ કેજરીવાલની જેમ પ્રામાણિક અને મહેનતુ વ્યક્તિ બને એવા પ્રયત્ન કરીશું.આ લિટલ મફલરમેન બાળકનું નામ છે અવ્યાન તોમર.કેજરીવાલના 'મફલરમેન' તરીકેનો વેશ ધારણ કરીને બીજા પણ ઘણા બાળકો હાજર રહ્યા હતા, જેમને સહુ રમાડતા જોવા મળ્યા હતા.