દહિસરમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ફાયર સ્ટેશનનું લોકાર્પણ…

મુંબઈના દહિસર (પશ્ચિમ) ઉપનગરમાં લિન્ક રોડ પર કાંદરપાડા વિસ્તારમાં અદ્યતન ટેક્નોલોજી અને સાધનસરંજામથી સજ્જ નવનિર્મિત ફાયર સ્ટેશનનું 14 ફેબ્રુઆરી, શુક્રવારે મહારાષ્ટ્રના પર્યાવરણ, પર્યટન, પાલક પ્રધાન (મુંબઈ ઉપનગરો) આદિત્ય ઠાકરેએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર, સંસદસભ્યો ગોપાલ શેટ્ટી અને મનિષા ચૌધરી, નગરસેવિકા તેજસ્વી ઘોસાળકર, ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકર, વિનોદ ઘોસાળકર (શિવસેના ઉપનેતા અને મ્હાડા સભાપતિ (રાજ્યમંત્રી દરજ્જો) તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીરોઃ દીપક ધુરી)