‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: ઈનામ વિતરણ સમારંભ…

૧૯ જાન્યુઆરીના શુક્રવારની સાંજ મુંબઈના અંધેરી (વેસ્ટ) સ્થિત ભવન્સ કેમ્પસના સરદાર સભાગૃહમાં 'ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮': ઈનામ વિતરણ સમારંભની યાદગાર સાંજ બની રહી હતી. 'ચિત્રલેખા નાટ્યસ્પર્ધા'નું આ ૧૨મું વર્ષ હતું. આ વર્ષે નામાંકિત થયેલા સાત નાટકોમાંથી ‘પોતપોતાનું કેનવાસ’ નાટક વિજેતા બન્યું. આ નાટકના કલાકારો-કસબીઓને 'ચિત્રલેખા'ના ચેરમેન મૌલિક કોટક, નાટ્યકાર પ્રવીણ સોલંકી, ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરીના લલિત શાહ, 'ચિત્રલેખા'ના તંત્રી ભરત ઘેલાણીના હસ્તે ઈનામ એનાયત થયું હતું. 'પોતપોતાનું કેનવાસ' નાટકે 'શ્રેષ્ઠ નાટક' ઉપરાંત 'શ્રેષ્ઠ દિગ્દર્શક' - પ્રથમ ઈનામ, 'શ્રેષ્ઠ અભિનેત્રી' - દ્વિતીય ઈનામ (વિભાજીત), 'શ્રેષ્ઠ સહાયક અભિનેતા' - પ્રથમ ઈનામ (વિભાજીત) અને 'શ્રેષ્ઠ મૌલિક કૃતિ' એવોર્ડ પણ જીત્યા હતા. ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’ના ૧૨ વર્ષના ઈતિહાસમાં આ વખતે પહેલી જ વાર ગુજરાતી રંગભૂમિના દિવંગત દિગ્ગજોની સ્મૃતિમાં ચાર પારિતોષિક એનાયત કરવામાં આવ્યા છે. 'કાન્તિ મડિયા પારિતોષિક' (સૌજન્યઃ મહેશ વકીલ) માટેનું 'શ્રેષ્ઠ દિગ્દર્શક'નું પ્રથમ ઈનામ કર્તવ્ય શાહે 'પોતપોતાનું કેનવાસ' નાટક માટે જીત્યું છે. 'શફી ઈનામદાર પારિતોષિક' (સૌજન્યઃ કાજલ ઓઝા વૈદ્ય) માટેનું 'શ્રેષ્ઠ અભિનેતા'નું પ્રથમ ઈનામ સ્વપ્નિલ પાઠકે 'એક વત્તા એક અગિયાર' નાટક માટે જીત્યું છે. 'પદમારાણી પારિતોષિક' (સૌજન્યઃ અરવિંદ રાઠોડ) માટેનું 'શ્રેષ્ઠ અભિનેત્રી'નું પ્રથમ ઈનામ દિપના પટેલે 'સંતાકૂકડી' નાટક માટે જીત્યું છે. તારક મહેતા પારિતોષિક' (સૌજન્યઃ આસિતકુમાર મોદી-નિલા ટેલિફિલ્મ્સ) માટેનું 'શ્રેષ્ઠ મૌલિક કૃતિ'નું ઈનામ ભાર્ગવ ત્રિવેદીએ 'પોતપોતાનું કેનવાસ' નાટક માટે જીત્યું છે. 'શ્રેષ્ઠ યુવા પ્રતિભા' માટે 'જય કોટક પારિતોષિક' આપવામાં આવે છે. આ વર્ષનું 'જય કોટક પારિતોષિક (સૌજન્યઃ મૌલિક કોટક)' મેઘ પંડિતે 'મસ્તરામ' નાટક માટે જીત્યું છે. આ સ્પર્ધા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા યોજવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને ગીત-સંગીત-નૃત્યની વિવિધ પેશકશ દ્વારા મનોરંજનથી સભર બનાવ્યો હતો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અભિલાષ ઘોડા તથા એમના ગ્રુપે.
૧૯ જાન્યુઆરીના શુક્રવારની સાંજ મુંબઈના અંધેરી (વેસ્ટ) સ્થિત ભવન્સ કેમ્પસના સરદાર સભાગૃહમાં ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: ઈનામ વિતરણ સમારંભની યાદગાર સાંજ બની રહી હતી. ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’નું આ ૧૨મું વર્ષ હતું. આ વર્ષે નામાંકિત થયેલા સાત નાટકોમાંથી ‘પોતપોતાનું કેનવાસ’ નાટક વિજેતા બન્યું. આ નાટકના કલાકારો-કસબીઓને ‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટક, નાટ્યકાર પ્રવીણ સોલંકી, ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરીના લલિત શાહ, ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીના હસ્તે ઈનામ એનાયત થયું હતું. ‘પોતપોતાનું કેનવાસ’ નાટકે ‘શ્રેષ્ઠ નાટક’ ઉપરાંત ‘શ્રેષ્ઠ દિગ્દર્શક’ – પ્રથમ ઈનામ, ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ – દ્વિતીય ઈનામ (વિભાજીત), ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’ – પ્રથમ ઈનામ (વિભાજીત) અને ‘શ્રેષ્ઠ મૌલિક કૃતિ’ એવોર્ડ પણ જીત્યા હતા. ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’ના ૧૨ વર્ષના ઈતિહાસમાં આ વખતે પહેલી જ વાર ગુજરાતી રંગભૂમિના દિવંગત દિગ્ગજોની સ્મૃતિમાં ચાર પારિતોષિક એનાયત કરવામાં આવ્યા છે. ‘કાન્તિ મડિયા પારિતોષિક’ (સૌજન્યઃ મહેશ વકીલ) માટેનું ‘શ્રેષ્ઠ દિગ્દર્શક’નું પ્રથમ ઈનામ કર્તવ્ય શાહે ‘પોતપોતાનું કેનવાસ’ નાટક માટે જીત્યું છે. ‘શફી ઈનામદાર પારિતોષિક’ (સૌજન્યઃ કાજલ ઓઝા વૈદ્ય) માટેનું ‘શ્રેષ્ઠ અભિનેતા’નું પ્રથમ ઈનામ સ્વપ્નિલ પાઠકે ‘એક વત્તા એક અગિયાર’ નાટક માટે જીત્યું છે. ‘પદમારાણી પારિતોષિક’ (સૌજન્યઃ અરવિંદ રાઠોડ) માટેનું ‘શ્રેષ્ઠ અભિનેત્રી’નું પ્રથમ ઈનામ દિપના પટેલે ‘સંતાકૂકડી’ નાટક માટે જીત્યું છે. તારક મહેતા પારિતોષિક’ (સૌજન્યઃ આસિતકુમાર મોદી-નિલા ટેલિફિલ્મ્સ) માટેનું ‘શ્રેષ્ઠ મૌલિક કૃતિ’નું ઈનામ ભાર્ગવ ત્રિવેદીએ ‘પોતપોતાનું કેનવાસ’ નાટક માટે જીત્યું છે. ‘શ્રેષ્ઠ યુવા પ્રતિભા’ માટે ‘જય કોટક પારિતોષિક’ આપવામાં આવે છે. આ વર્ષનું ‘જય કોટક પારિતોષિક (સૌજન્યઃ મૌલિક કોટક)’ મેઘ પંડિતે ‘મસ્તરામ’ નાટક માટે જીત્યું છે. આ સ્પર્ધા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા યોજવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને ગીત-સંગીત-નૃત્યની વિવિધ પેશકશ દ્વારા મનોરંજનથી સભર બનાવ્યો હતો સાંસ્કૃતિક કાર્યક્રમના દિગ્દર્શક અભિલાષ ઘોડા તથા એમના ગ્રુપે.

(તસવીરોઃ દીપક ધુરી)