ભારતીય ફાર્મા કંપનીઓની યુએસમાં ઉત્પાદન એકમ બનાવવાની તૈયારી

નવી દિલ્હીઃ પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયાએ દેશમાં વિશેષ ફાયદો કરાવ્યો કે નહીં, પણ ડોનાલ્ડ ટ્રમ્પનું એ જ તરાહનું મેક ઇન અમેરિકા ભારતીય ફાર્મા ઉદ્યોગના માંધાતાઓને આકર્ષી રહ્યું છે. જે કંપનીઓનો અમેરિકામાં મોટો વેપાર છે તેમાંથી ઘણી કંપનીઓ ઉત્તર અમેરિકાના ક્ષેત્રમાં મિલકતો ખરીદવા પર ભાર આપી રહી છે. અને તેનું કારણ છે 15 ટકા ટેક્સ ઘટાડાનું. us tax

કર નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકન ટેક્સ પોલિસીમાં ટેક્સ રેટ ઘટાડીને આશરે 21 ટકા થઇ જવાના કારણે ભારતીય કંપનીઓને શરતી લાભ થશે. સન ફાર્મા, કેડિલા, અરબિન્દો, ટોરેન્ટ જેવી જાયન્ટ દવા કંપનીઓ અમેરિકામાં મેન્યૂફેક્ચરિંગ ફેસેલિટીમાં રોકાણ કરી રહી છે અથવા તો બ્રાઉનફિલ્ડ પ્લાન્ટ્સ માટે M&A પ્લાન બનાવી રહી છે.

સનફાર્માના પ્રવક્તાના જણાવ્યાં પ્રમાણે સન ફાર્માએ રોકાણ માટે વાર્ષિક ખર્ચનો પ્લાન બનાવ્યો છે.કંપનીએ ઉત્તર અમેરિકા, યુરોપના ઊભરી રહેલાં બજાર અને ભારતમાં વધતાં વેપારની દેખરેખ માટે વાર્ષિક મૂડી ખર્ચ પ્લાન બનાવ્યો છે. તેમાં એવું રોકાણ પણ શામેલ છે જ્યાંથી નવો બિઝનેસ મળવાની ઉમીદ છે.SUN PHARMA

ટોરેન્ટે પણ તાજેતરમાં નિવેદન કર્યું હતું કે તેણે અમેરિકામાં વેપાર આગળ ધપાવવા એક કંપની ખરીદી છે. અમેરિકામાં ટેક્સ લૉના નિયમ બદલાવાથી લોકલ કંપનીઓ પર લાગતો ટેક્સ ઘટીને 21 ટકા થઈ ગયો છે જે ભારતીય અને અમેરિકન ટેક્સ રેટમાં 15 ટકાનો તફાવત બતાવે છે અને આ ફરક ભારતીય કંપનીઓને અમેરિકામાં આકર્ષવા માટે બહુ મોટો ફરક છે.

આ સ્થિતિમાં ભારત સરકારને ટેક્સ નિષ્ણાતોએ સલાહ આપી છે કે સરકારે કોર્પોરેટ ટેક્સ રેટની સમીક્ષા કરવાની જરુર છે કારણ કે મોટાપાયે અમેરિકામાં નિકાસ કરવાવાળી ફાર્મા સેક્ટર કંપનીઓને પોતાનું ઉત્પાદન એકમ ત્યાં ખસેડવાથી મોટો લાભ થઇ શકે છે. 15 ટકા ટેક્સ કટ ઉપરાંત આવી કંપનીઓ માટે અમેરિકન રેગ્યૂલેટરનું વલણ પણ હકારાત્મક રહેશે.

મોટાભાગની ફાર્મા કંપનીઓએ અમેરિકામાં ઉત્પાદન એકમ લગાવવાથી થનારા લાભ-નુકસાનનો અંદાજ મેળવવા માટે મહિના પહેલાં ઇમ્પેક્ટ એનાલિસિસ પણ કરાવ્યું છે અને જાણવા મળ્યાં પ્રમાણે દવા કંપનીઓ શરુઆતના રોકાણ સહિતના કેટલાક પાસાંઓ પર વિચાર કરી રહી છે અને આ વર્ષના ડીસેમ્બર સુધીમાં પ્લાનને આખરી ઓપ આપી દેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]