એવોર્ડ સીઝન આવી ગઈ છે અને સૌથી મોટા સમારોહનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે! ગુજરાત ટુરિઝમના સહયોગથી 70મો હ્યુન્ડાઇ ફિલ્મફેર એવોર્ડ્સ 2025, 11 ઓક્ટોબરના રોજ ગુજરાતના અમદાવાદના EKA એરેના ખાતે યોજાનાર છે. ફિલ્મફેર એવોર્ડ અંગે આજે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમન્ના ભાટિયા અને અભિનેતા રાજકુમાર રાવે હાજરી આપી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં રાજકુમાર રાવ અને તમન્ના ભાટિયાએ ફિલ્મફેર સાથે જોડાયેલી પોતાની યાદો શેર કરી હતી. અભિનેતા રાજકુમાર રાવે કહ્યું હતું કે, “હું ફિલ્મફેર એવોર્ડ્સ જોઈને મોટો થયો છું, મેં બ્લેક લેડી પુરસ્કારો મેળવવાનું સ્વપ્ન જોયું હતું અને હવે તેમાંથી 6 છે! દેશમાં ખૂબ જ આદર અને મૂલ્ય ધરાવતા થોડા જ પુરસ્કારો બાકી છે.”
(તમામ તસવીર: દીપક ધૂરી)
