અદ્દભુત પરફોર્મન્સઃ સંગીતપ્રેમી શ્રોતાઓએ ઝુબિન મહેતાને આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

જગવિખ્યાત ઓર્કેસ્ટ્રા સંચાલક ઝુબિન મહેતાએ 19 ઓગસ્ટ, શનિવારે મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર ધ પરફોર્મિંગ આર્ટ્સ (એનસીપીએ) સ્થિત જમશેદ ભાભા થિયેટર ખાતે સિમ્ફની ઓર્કેસ્ટ્રા ઓફ ઈન્ડિયા સંગીત કાર્યક્રમનું નેતૃત્ત્વ કર્યું હતું અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં હતાં. સંગીતપ્રેમી શ્રોતાઓએ કાર્યક્રમને અંતે એમની સીટ પરથી ઊભાં થઈને, તાળી પાડીને મહેતાની સંગીત સંચાલન કળાની સરાહના કરી હતી. મુંબઈમાં પારસી પરિવારમાં જન્મેલા 87 વર્ષીય ઝુબિન મહેતા ઈઝરાયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાના મ્યુઝિક ડાયરેક્ટર ઈમેરિટસ છે અને લોસ એન્જેલિસ ફિલહાર્મોનિકના સંચાલક ઈમેરિટસ છે. (તસવીર સૌજન્યઃ એનસીપીએ)