નવદંપતી કોહલી-અનુષ્કા પીએમને મળ્યાં…

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઈટાલીમાં લગ્ન કર્યાં બાદ સ્વદેશ પાછાં ફર્યાં છે. 20 ડિસેમ્બર, બુધવારે એ બંને જણ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા. વડાપ્રધાને આ નવદંપતીને અભિનંદન આપ્યા હતા અને સુખી લગ્નજીવનની શુભેચ્છા આપી હતી. કોહલી-અનુષ્કાએ 21 ડિસેમ્બરે દિલ્હીમાં યોજેલાં એમનાં લગ્ન રીસેપ્શનમાં આવવાનું પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. તસવીરમાં કોહલી પીએમ મોદીને આમંત્રણ પત્રિકા આપી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]