એલી એવરામ નાચી ‘છમ્મા છમ્મા’નાં નવા વર્ઝન પર…

1998માં આવેલી હિન્દી ફિલ્મ ‘ચાઈના ગેટ’માં ઉર્મિલા માતોંડકરના ફેમસ આઈટમ સોન્ગ ‘છમ્મા છમ્મા’ ઘણું હિટ થયું હતું. હવે એ જ ગીત નવી ફિલ્મ ‘ફ્રોડ સૈયાં’માં રીક્રીએટ કરવામાં આવનાર છે. નવા ગીતમાં સ્વીડીશ અભિનેત્રી એલી એવરામ ડાન્સ કરતી જોવા મળશે. આ ગીતનું શૂટિંગ હાલમાં જ પૂરું કરવામાં આવ્યું છે. એ ગીતના શૂટિંગની અમુક તસવીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ છે. નવા ગીતમાં રોમી, અરૂણ અને નેહા કક્કડે સ્વર આપ્યો છે, તનિશ બાગચી સંગીતકાર છે અને આદિલ શેખ કોરિયોગ્રાફર છે. રીમેક વર્ઝનમાં એલી એવરામની સાથે અર્શદ વારસી પણ નાચ્યો છે. તસવીરો પરથી આ ગીત ધૂમ મચાવશે એવું લાગે છે. ‘ફ્રોડ સૈયાં’ 2019ની 18 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. મૂળ ‘છમ્મા છમ્મા’ ગીત અલકા યાજ્ઞિકે ગાયું હતું.[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]