‘હું દુનિયાની સૌથી સુંદર છોકરીને પરણ્યો છું’: રણવીર સિંહ (લગ્નની પાર્ટીમાં)

મુંબઈ – બોલીવૂડ અભિનેતા રણવીર સિંહે શનિવારે રાતે મુંબઈમાં પોતાનાં લગ્ન નિમિત્તે યોજેલી પાર્ટીમાં એની અભિનેત્રી પત્ની દીપિકા પદુકોણનાં ખૂબ વખાણ કર્યા હતા.

રણવીરે મહેમાનોને આવકારતા અને દીપિકાને સ્ટેજ પર આમંત્રિત કરતા કહ્યું હતું, ‘લેડિઝ એન્ડ જેન્ટલમેન, હું દુનિયાની સૌથી સુંદર છોકરીને પરણ્યો છું.’

રણવીરનું આ વાક્ય સાંભળીને ત્યાં ઊભેલી દીપિકા એવું બોલતા સંભળાઈ હતી કે ‘અમે તો સાવ જુદાં જ છીએ.’

રણવીરે દીપિકાની સામે નિર્દેશ કરીને કહ્યું કે, ‘આજે આ ડ્રેસ પહેરીને એણે મારું માન રાખ્યું છે.’ રણવીરે એમ પણ કહ્યું કે, ‘મારી પત્ની ફ્રિડા કાહલો (મેક્સિકોની વિખ્યાત ચિત્રકાર) જેવી લાગે છે.’ એ સાંભળીને દીપિકા પણ મલકી ઊઠી હતી.

આ વેડિંગ પાર્ટી મુંબઈમાં ફાઈવ સ્ટાર હોટેલ ગ્રેન્ડ હયાતમાં રણવીરની બહેન રીતિકા ભવનાનીએ યોજી હતી. પાર્ટીની તસવીરો અને વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયા છે.

રણવીરે પાર્ટીમાં ખૂબ આનંદમાં આવીને ડાન્સ કર્યો હતો. એણે જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ અરોરાએ ડિઝાઈન કરેલું સિલ્ક જેકેટ પહેર્યું હતું.

દીપિકા ભરતકામવાળા લાલ રંગના લેહંગામાં સજ્જ થઈ હતી. એનો ડ્રેસ સબ્યાસાચીના કેસરીબાઈ પન્નાલાલ કલેક્શનનો હતો. દીપિકાની હેર સ્ટાઈલિસ્ટ હતી ક્લેરાબેલ સલ્ધાના.

રણવીર અને દીપિકાએ ગઈ 14-15 નવેમ્બરે ઈટાલીના લેક કોમો ખાતે આલીશાન વિલામાં લગ્ન કર્યા હતા.

 

httpss://www.instagram.com/p/BqmTLB1gmRn/

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]