ઓસ્ટ્રેલિયન મહિલાઓ બની વર્લ્ડ T20 ચેમ્પિયન્સ…

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરોએ 24 નવેમ્બર, શનિવારે એન્ટીગામાં રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને 8-વિકેટથી હરાવીને મહિલાઓની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ વર્લ્ડ કપ સ્પર્ધા જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે આ ચોથી વાર આ વિજેતાપદ હાંસલ કર્યું છે. ઈંગ્લેન્ડે 19.4 ઓવરમાં 105 રન કર્યા હતા. એના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 15.1 ઓવરમાં બે વિકેટે 106 રન કરીને મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની એશ્લી ગાર્ડનરે બોલિંગમાં 3 વિકેટ લીધી હતી અને બેટિંગમાં અણનમ 33 રન કર્યા હતા. એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાની ઓપનર અને વિકેટકીપર એલિસા હિલીને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.ફાઈનલ મેચના આરંભ પૂર્વે ટ્રોફી સાથે ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગ અને ઈંગ્લેન્ડની કેપ્ટન હીધર નાઈટ.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]