મુંબઈમાં 19 માર્ચ, મંગળવારે આયોજિત ઝી સિને એવોર્ડ્સ-2019 કાર્યક્રમમાં દીપિકા પદુકોણ, આલિયા ભટ્ટ, સંજય લીલા ભણસાલી, વરુણ ધવન સહિત બોલીવૂડની અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી અને રેડ કાર્પેટ પર વિવિધ પોઝ આપ્યાં હતાં. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ સંજય લીલા ભણસાલીને 'પદ્માવત' ફિલ્મ માટે આપવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ રણબીર કપૂર (સંજુ)ને, શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ દીપિકા પદુકોણ (પદ્માવત)ને, શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ વિકી કૌશલ (સંજુ)ને, શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ કેટરીના કૈફ (ઝીરો)ને ફિલ્મ માટે આપવામાં આવ્યો હતો. બેસ્ટ ડેબ્યૂ (અભિનેત્રી)નો એવોર્ડ જ્હાન્વી કપૂર (ધડક) ફિલ્મ માટે અને બેસ્ટ ડેબ્યૂ (અભિનેતા)નો એવોર્ડ ઈશાન ખટ્ટર (બીયોન્ડ ધ ક્લાઉન્ડ્સ અને ધડક) ફિલ્મો માટે આપવામાં આવ્યો હતો. (તસવીરોઃ માનસ સોમપુરા)
ARTFIRST PHOTO DESIGNS