કોરોના રોગચાળાના સંક્રમણમાં ઘટાડો થતાંની સાથે જ ઉત્સવોની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગમાં બંદી બનેલા, વાઇરસથી ડરેલા લોકોએ બે વર્ષના લાંબા સમય બાદ હોળી-ધુળેટીના રંગોત્સવને ભારે ઉત્સાહથી ઉજવણી કરી હતી.
શહેરમાં સોસાયટીઓ, પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ડીજે પાર્ટી સાથે વહેલી સવારથી જ પાણી અને વિવિધ રંગો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી.
કેટલાંક સ્થળોએ નાનાં બાળકોથી માંડી મોટેરા સૌએ ડાન્સ પાર્ટી સાથે રંગોત્સવને માણ્યો હતો.
ધુળેટી એટલે અબીલ ગુલાલ અને યૌવનનું પર્વ, ફાગણ સુદ પૂનમનો દિવસ. રંગના ભેદભાવ વિના ઊજવાતો રંગોત્સવ છે.
ધુળેટી પર્વ આબાલવૃદ્ધ મન ભરીને ઊજવે છે.
આ વર્ષે કોરોના વાઇરસનું સંક્રમણ ઓછું થતાંની સાથે જ ઉત્સવપ્રેમી લોકો હોળી-ધુળેટી ઉજવવા સજ્જ થઇ ગયા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
